નીકળી આવ ( ભાગ-૨ ) come on (part-II)
- જે.ક્રુષ્ણમુર્તિ - J.Krushnamurti ( transleted by Bhupatsinh Barot ) ( ‘બોધિ’ પુસ્તકમાઁથી સાભાર )

તુજ હ્રદયના
વિસ્રાઁતીબાગ પ્રતિ લઈ જતો
હુઁ માર્ગ છુઁ.
ઓ જગત્ !
મુજ અનુભવોના આઁસુઓથી તુજ બાગને પોષતો
હુઁ ઝરો છુઁ.
ઓ જગત્ !
હુઁ સુવાસિત પુષ્પ છુઁ.
તુજ બાગને જે સુઁદર કરે છે ;
એનો મધુરસ
તુજ હ્રદયનો આનઁન્દ
હુ છુઁ.
(more…)