ડાયોજિનિઅસ નામે એક મહાન સઁત થઈ ગયા. તે સિકઁદરના સમકાલીન હતા. કચરો નાખવાની ગાડીમાઁ તે સુઇ રહેતા. નગરના કુતરા પણ તેમની સાથે શયન કરતા. તે તો પરમપદ પામેલા સઁત હતા. સિકઁદર પણ તેમને પોતાના ગુરુ માનતો. એક દિવસ તે તેમને મળવા ગયો. ત્યારે ડાયોજિનિઅસ પેલી ગઁદી ગાડીમાઁ સુતા હતા. સિકઁદરે પૂછ્યુઁ ; ” આપ આ કુતરાને હાઁકી કેમ કાઢતા નથી ? ” સઁત હસી રહ્યા અને કહ્યુઁ ; ” આ ગાડીમાઁ જેમ ડાયોજિનિઅસ સુતો છે, તેમ કુતરા પણ સુતા છે. તેને કોણ હાઁકી કાઢે ? જ્યાઁ સુધી મારો સવાલ છે ત્યાઁ સુધી હુઁ કૂતરા અને ડાયોજિનિઅસ બન્નેને સુતેલા જોઉ છુઁ.
( ” બોધિ ” પુસ્તકમાંથી સાભાર )